રીચા સાથે મુલાકાત થયા પછી બીજા દિવસે જયારે હું ઓફીસ પહોંચ્યો, ત્યારે મારા ચેહરા પર અલગ જ નુર હતું. મારા આખા શરીરમાં ઓસ્ટ્રેલીયા જવાનું સો ટકા ફાઈનલ થઈ જશે તેવી અદમ્ય આશાથી રોમાંચની લહેરો તેજ ગતિએ ફરી રહી હતી. હું મારી કેબીનમાં હજી તો મારી બધી વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવીને માંડ બેઠો જ હતો કે લેંબો પાણીની બોટલ સાથે પ્રવેશ્યો. પાણીની બોટલ મારા ડેસ્ક પર મૂકી પ્રેમથી ધીમે અવાજે બોલ્યો, “મરશીભાઈ, તમે હમજો સો એવું કઈ નથી હોં.” લેંબાને મહર્ષિ બોલતા ફાવતું નહીં એટલે એ મને હંમેશા મરશી જ કહેતો. લેંબો જયારે જયારે મરશી બોલતો મને થતું કે હું જીવતે