પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫

(25)
  • 3.4k
  • 2
  • 1.4k

"તમે બહુ બદલાઈ ગયા છો હા....પહેલાં કરતાં!"- હળવા મૂડમાં જોઈને નયને માયાને કહ્યું. "કેમ? પહેલા કેવી હતી?"- માયાએ સામે સવાલ પૂછ્યો. "આપણે બહુ ઝગડતા હતા ને લાસ્ટ ટાઈમે?"- નયને એને જૂની યાદ તાજી કરાવી. "હા... એ તો સમય સાથે બધું બદલાઈ જાય!"- માયા થોડી ગંભીર થઈને બોલી. "એક વાત પૂછી શકું? જો તમને ખોટું ન લાગે તો!"- નયને એને જરાક શાંત અવાજથી પૂછ્યું. "બોલો ને! મને શું ખોટું લાગવાનું?"- માયાએ જાણે વાતને સ્વીકારી હોય એમ કહ્યું. "તમે હજી સુધી મેરેજ કેમ નથી કર્યા?"- નયને સીધો સવાલ પૂછી લીધો. "કોઈ ખાસ કારણ છે, જેથી હવે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો!"- માયાએ