એંધાણ

  • 3.4k
  • 1.2k

"અશ્રુ વિરહની રાતનાં ખાળી શકી નહીં..પાછા નયનનાં નૂરને વાળી શકી નહીં.. હું જેને કાજ અંધ થઈ રોઈ-રોઈને..એ આવ્યાં ત્યારે એને નિહાળી શકી નહીં.. હોહોહો..."કાનમાં ગૂંજી રહેલી ગઝલનાં શબ્દો હૃદય પર જાણે ઉલ્કાપાત કરી રહ્યાં હતાં. વીસ વર્ષથી પ્રતિક્ષાની આગમાં શેકાતી મારી આંખો ખારું પાણી ભળવાથી વધુ ચચરી રહી. રણ જેવી શુષ્ક થયેલી આંખોને સુકૂન પામવા માટે જ્યારે મારે સમંદર બનાવવી હોય ત્યારે આવી કરુણ ગઝલો જ સહારારૂપ બનતી. મારી એકલતા ઓશિકાને ભીંજવ્યા કરતી. આદિત્યની હાજરીમાં ગળી જવી પડતી પીડાઓનું ભારણ અચાનક હિમશીલાની જેમ પીગળીને વહી જતું. પાંચ વર્ષનો મારો દીકરો આદિત્ય હવે સી.એ. 'આદિત્ય અચલા આચાર્ય' બની ગયો છે. હા,