ટાવર નમ્બર- ૪ - 3 - છેલ્લો ભાગ

(15)
  • 3.9k
  • 1.7k

ભાગ-૩ પટેલ સાહેબ થાપાના ઉપરી અધિકારી હતા, થાપાએ પટેલને ટાવર નમ્બર ચાર પર બનેલી ઘટના વિષે જાણ કરવા ફોન જોડ્યો હતો. પટેલ આ વીજમથકમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સિકયુરિટી ખાતું સંભાળતા હતા. ભારતીય નૌસેનામાં ફરજ બજાવ્યા પછી નિવૃત સેનાધિકારી હોવાના સાથે સાથે ઊંચા પડછંદ શારીરિક બાંધા અને એવાજ રુઆબદાર અવાજના કારણે અહીં તેમની સિક્યુરિટી અધિકારી તરીકે નિમણુંક થઇ હતી. સ્વભાવે રમુજી અને ધાર્મિક વૃત્તિના પટેલ આમતો ખુબ સરળ માણસ હતા, પણ તેમના ધારદાર અવાજ અને પડછન્દ વ્યક્તિત્વના કારણે તેમનો રુઆબ કઈંક અલગ જ હતો. થાપાના જયહિન્દમાં આજે તેમને રોજ જેવો રણકો ન જણાયો.થાપાએ ટૂંકાણમાં બધું સમજાવી તેમને જલ્દી ગેટ પર આવી