ભેદ ભરમ - ભાગ 30

(36)
  • 5.4k
  • 3
  • 2.7k

ભેદભરમ ભાગ- ૩૦    સિતારના સૂરોમાં રહસ્ય   રાત્રે ઇન્સ્પેકટર પરમારની પોલીસ જીપમાં બેસીને હરમન અને જમાલ ધીરજભાઈની સોસાયટીની નજીક પહોંચ્યા હતા. હરમને ઇન્સ્પેકટર પરમારને જીપ સોસાયટીથી થોડે દૂર ઉભી રાખવાનું કહ્યું હતું અને ત્રણેય જણ ચાલતાં-ચાલતાં સોસાયટી તરફ જઈ રહ્યા હતા. “સોસાયટીમાં જઈ શું કરવાનો તારો પ્લાન છે?” ઇન્સ્પેકટર પરમારે હરમનને પૂછ્યું હતું. “સોસાયટીમાં જઈ પ્રેયસને મળીશું અને એની જોડે બેસીને ડોક્ટર બ્રિજેશનું સિતાર સાંભળીશું. હાલ પુરતો તો આટલો જ પ્લાન બનાવ્યો છે.” હરમને ચાલતાં-ચાલતાં ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું. “બોસ, ખાલી સિતાર સાંભળવા માટે તમારે આટલી મોડી રાત્રે સોસાયટીમાં જવું હતું? સિતાર તો હું તમને યુટ્યુબ પર પણ સંભળાવી