અતીતરાગ - 2

(15)
  • 3.2k
  • 1
  • 1.7k

અતીતરાગ-૨આજની કડીમાં વાત કરીશું એક એવી હિન્દી ફિલ્મ વિષે જેણે, રાજેશખન્ના, શર્મિલા ટાગોર, પાર્શ્વ ગાયક કિશોર કુમાર અને નિર્માતા નિર્દેશક શક્તિ સામંતના નામને અનપેક્ષિત ઉંચાઈને આંબી, એક નવા કીર્તિમાનની સ્થાપના કરી હતી.પણ આ ફિલ્મની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે, આ સુપર ડૂપર હિટ ફિલ્મના પ્રોજેક્ટને અધવચ્ચે પડતો મુકવામાં આવ્યો હતો. જી હાં, અને એ ફિલ્મ હતી ‘આરાધના’ વર્ષ ૧૯૬૯માં શક્તિ સામંતની આર્થિક સંકડામણ અને લાચારીની અવદશામાં જન્મ થયો ‘આરાધના’નો. આર્થિક સંકડામણનું સબળ કારણ હતું તેમની ઝબરદસ્ત ફિલ્મ ‘ એન ઇવનિંગ ઇન પેરીસ “ થીયેટરમાં રીલીઝ થયાંના ત્રીજા જ દિવસે ભારતભરમાં થીયેટર ઓનર્સ એસોસિએશન હળતાળ પર ઉતરી જતાં, તમામ