સતના પારખા

  • 2.4k
  • 930

સવારના આઠ-નવ વાગ્યાનો સમય એટલે મોટેભાગે ચા-નાસ્તો કરી પેપર વાંચવાનો અને આગળાના દિવસ દરમ્યાન શહેર-રાજય-દેશમાં બની ગયેલ ખબરો વાંચવાનો સમય હોય, તે મુજબ હું પેપર વાંચવામાં બરાબર મશગુલ હતો, ત્યાં તો ઘણા વર્ષોથી વિખુટા પડેલા એવા મિત્ર પ્રદિપનો મોબાઈલ એકદમ રણકી ઉઠ્યો, થોડો સમય તો વિચારમાં પડી ગયો આટલા વર્ષો બાદ એકાઉન્ટ પ્રદિપનો ફોન કેમ આવ્યો હશે. મિત્રતા પહેલાંથી જ હતી એટલે મોબાઈલ માં પ્રદિપના નામ અને નંબર વાંચી મને નવાઈ લાગી !જિંદગી પણ વોહી રફતાર જેવી છે. શ્રીમંતાઇ ની બાબતે જો વાત કરવામાં આવે તો પ્રદિપ અમારા મિત્રવર્તુળમાં ઘણો આગળ નીકળી ગયો હતો. કરોડોની વાતો અને કરોડોના બિઝનેસમાં ખેલી