ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ

  • 7.9k
  • 4k

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિઆલેખન : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : ૩૦-૦૬-૨૦૨૨પુરાતન કાળથી અહીં તહીં ભટકીને શિકાર કરી કે કંદમૂળ અને ફળો શોધી ખાનાર, જ્યાં - ત્યાં જગ્યા મળે એ ગુફામાં કે ઊંચા વૃક્ષ ઉપર અસ્થાયી વસવાટ કરતો મનુષ્ય, બુદ્ધિમાં ચડિયાતો હોવાથી ધીમે ધીમે નદી કિનારે, સપાટ મેદાનોમાં લાંબા ગાળાનો અને પછી કાયમી વસવાટ કરતો થયો. જેમાં ક્રમશઃ કુટુંબ અને જૂથની ભાવના વિકસી. આ જૂથોનાં પોતપોતાનાં નિયમો, રિવાજ, વિચારધારા, ઈશ્વર પ્રત્યેની ભાવના, પ્રકૃતિ માટેનો આદર તેમજ નીતિ, ઘડાતાં ગયાં. આ બાબતો સંકલિતપણે સંસ્કૃતિ તરીકે ઓળખાઈ. ધીમે ધીમે આ વસાહતોમાંથી ગ્રામ વિકસ્યાં અને દરેક ગ્રામની પોતાની સંસ્કૃતિ વિકસી. આ સંસ્કૃતિ દરેક જૂથ કે ગ્રામની