નમસ્કાર , વાચકમિત્રો આજે એક અલગ જ પ્રવાસ પ્રેમકથા -"અડાબીડ અલબેલી " પીરસી રહી છું તો પ્રવાસ સાથે પ્રેમ નું રસપાન શબ્દો ના સથવારે માણતા રહો.આપના અમુલ્ય પ્રતિભાવ ને પ્રોત્સાહન અનિવાયૅ છે. " અડાબીડ અલબેલી" પ્રસ્તાવના :- હિમાલયને શિર મુકુટ પર ધારણ કરનાર . પગ પખાળતો અફાટ સમુદ્ર એ ભારત દેશની અનોખી આગવી ઓળખ છે. ભારત દેશ વિવિધ સંસ્કૃતિનો વારસદાર છે.અનેક ભેદને રહસ્યો અહીંની ગુફાઓમાં છુપાયેલા છે. પર્વતોની ટોચે ડુંગરાઓમાં ભારતની સંસ્કૃતિની ખુમારી પુર બહારે ખીલી રહી છે. ભારતમાં વહેતી વિશાળ નદીઓ પવિત્રતા ને આસ્થા ના શ્રેષ્ઠ પ્રતિક સમાન છે. અહીં ના વનવગડા માં ઘુમી ને કુદરત ના સાનિધ્ય