ભેદ ભરમ - ભાગ 24

(20)
  • 5.5k
  • 3.1k

ભેદભરમ ભાગ-24   પ્રોફેસર રાકેશ સવાલોના ઘેરામાં   હવાલદાર જોરાવરે જીપ ધીરજભાઇની સોસાયટીમાં દાખલ કરી હતી અને પ્રોફેસર રાકેશના બંગલા પાસે લાવીને ઊભી રાખી હતી. ઇન્સ્પેક્ટર પરમાર, હરમન અને જમાલ ત્રણેય જીપમાંથી નીચે ઉતર્યા હતાં અને હરમને રાકેશભાઇના ઘરનો ઝાંપો ખોલ્યો હતો અને ત્રણેય જણ ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં. હરમન હજી ડોરબેલ વગાડે એ પહેલા જ મનોરમાબેને દરવાજો ખોલ્યો હતો. ઇન્સ્પેક્ટર પરમારને આવેલા જોઇ મનોરમાબેનના ચહેરા પરનું સ્મિત જતું રહ્યું હતું. એમણે ત્રણે જણને અંદર આવકાર્યા હતાં અને બેસવાનું કહ્યું હતું. ડ્રોઇંગરૂમમાં બેઠા બાદ ઇન્સ્પેક્ટર પરમારને નાક પાસે એક અલગ જ પ્રકારની ગંધ આવવા લાગી હતી. એમણે ખિસ્સામાંથી