ભેદ ભરમ - ભાગ 22

(34)
  • 5.2k
  • 2
  • 2.9k

ભેદભરમ   ભાગ-૨૨ ભાવ ભરવાડનો ખુલાસો એ કેસમાં નવો વળાંક   પ્રોફેસર સુનીતા ખત્રીની વાત સાંભળી હરમન ઊભો થયો હતો અને ધીરજભાઇના બેડરૂમમાં જઇ પંખાના હુકના ફોટા પાડ્યા હતાં. હરમનની ઇચ્છા પ્રોફેસર રાકેશને થોડાં પ્રશ્નો પૂછવાની થઈ હતી. પરંતુ પોલીસની ઉપસ્થિતિ વગર એ સીધા જવાબ નહિ આપે એવી એને પહેલી મુલાકાતના કારણે એમના સ્વભાવની ખબર હતી અને એટલે જ એણે રાકેશભાઈને ઇન્સ્પેકટરની પરમારની હાજરીમાં પ્રશ્ન પૂછવાનું મનોમન નક્કી કરી એ પ્રેયસની રજા લઇ અને જમાલ સાથે બોપલ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં ભુવન ભરવાડ બેઠો હતો. એ એના દીકરા મયંકના