યે જીવન હૈ...

  • 3.1k
  • 1.1k

"ડેમમાં કૂદી જાઉં કે ઘઉંમાં નાખવાનાં ટીકડા..!" ખુદને સવાલ પૂછતી, મુઠ્ઠીમાં ટીકડાં દબાવી, ઘડીક ધીમે તો ઘડીક ઝડપથી આરાધના વિચલિત મને ડેમ તરફ પગલાં ભરતી હતી. તેની આંખોનાં આંસુ વરસાદથી ભીંજાતા ચહેરા સાથે ભળતાં રહ્યાં. જાણે પાણી સાથે પાણી બની વહેતાં રહ્યાં!ધૂંધળી નજરને સામેનું દ્રશ્ય દેખાતું ઓછું થતું જતું હતું. ત્યાં એક પથ્થરની ઠેસ વાગી પણ દદડતું લોહી પણ પાણી સાથે આછું લાલ થઈ રંગ બદલી અદ્રશ્ય થઈ ગયું.આખી જિંદગી ઠેસ જ તો મળી છે. આજે બધી પીડાનો સામટો અંત આવી જશે! ડેમમાં કે...પછી...ફક્ત બે ટીકડાં...ને...બસ ખતમ! જિંદગીભર વેઠેલી તમામ શારીરિક-માનસિક પીડાઓનો સામટો અંત. હિલોળાં લેતાં પાણીમાં ખુદને ડૂબતી આરાધના