વારસદાર - 4

(81)
  • 10.4k
  • 7k

વારસદાર પ્રકરણ 4 વિજયભાઈ મહેતાનો જન્મ મુંબઈના ભુલેશ્વરમાં થયેલો. મૂળ એમનો પરિવાર ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હતો. નોકરી અર્થે એમના પિતા રેવાશંકર મહેતા મુંબઈ આવેલા. એ જમાનામાં ઉત્તર ગુજરાતના ઘણા બ્રાહ્મણો મુંબઈમાં રસોઈયા તરીકે આવતા. કોઈ પેઢીઓમાં તો કોઈ શેઠના બંગલાઓમાં રસોઈયા તરીકે જોડાઈ જતા. રેવાશંકર મહેતા કાલબાદેવી રોડ ઉપર ચંપાગલીમાં કાપડની એક મોટી પેઢીમાં રસોઈયા હતા. મિલોના એ જમાનામાં મુંબઈમાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલબાદેવીની એ ગલીઓ કાપડ માર્કેટનું હબ ગણાતી. આખા દેશમાંથી વેપારીઓ કાલબાદેવીના ક્લોથ માર્કેટમાં આવતા. આખુ માર્કેટ કાપડના અને યાર્નના દલાલોથી ઉભરાતું હતું. વિજય એક કિશોર તરીકે ખૂબ મહેનતુ અને મહત્વકાંક્ષી હતો. એને રસોઈ કરવામાં કે