સ્વર્ગ - ૨

  • 3.8k
  • 1.7k

શુ પ્રેમ કરવો એ કોઈ અપરાધ છે?? હું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગ ની શોધ કરતા થાક્યા હતા. સમય ની પણ કાઈ જ ખબર ન્હોતી. અમે આકાશ માર્ગે આમથી તેમ ભટકતા હતા પણ સ્વર્ગ ક્યાંય મળતું નહોતું. અચાનક જ મારા મનમાં એક સવાલ થયો એટલે મે ભગવાનને પૂછ્યું. "સમગ્ર બ્રહ્માંડમાં એવા કેટલા ગ્રહો છે જેની ઉપર પૃથ્વીની જેમ જ જીવન છે અને ત્યાંના લોકો માણસોની જેમ વિચારીને પોતાનો વિકાસ કરી શકતા હોય..?" ભગવાન મારી સામે જોઈને હસ્યા. "માણસો તો બહુ જ ઓછું વિચારે છે. તેઓ વિકાસ ઓછો અને વિનાશ વધારે કરે છે. વિકાસનો મતલબ ખાલી આપણે એકલાએ જ આગળ વધવું