સોરઠ તારાં વહેતાં પાણી - 54

  • 3.8k
  • 1
  • 1.2k

૫૪. કલમી દુનિયાનો માનવ કેટલી નિરાંત કરીને આ માથું મારે ખોળે ઊંઘે છે ! એને કોઈનો ભય નથી શું ? એણે મને કલંકિતને લઈ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી. એને મારી જોડે જોઈને કોઈ સંઘરશે નહિ તો ? મારો ભાઈ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કંઈ થોડો રહેવાનો છે ? હજી પોલીસે થોડાં જ અમને છઓડી દીધાં છે ? આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નીંદર કરે છે ! પુષ્પાને એ માથું જરા તોછડું લાગ્યું. એણે એને ખોળામાં નજીક ખેંચ્યું. ખેંચતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઈ લીલા શ્રીફળ જેવું લાગ્યું. સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને