સોરઠ તારાં વહેતાં પાણી - 4

(18)
  • 5.5k
  • 1
  • 3.1k

૪. વાઘજી ફોજદાર ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટામોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું. ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું. એ ચુપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : “એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને ?” “ના, સા’બ.” “આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન ?” “હું શું કરું, સા’બ ? બેસી રિયો’તો.” “કાં બેસી રિયો’તો ?” ગાડાવાળો કશું ન બોલ્યો. “તુંય ગીરનો ખેડુ