ઉદ્ધારક

(13)
  • 4.2k
  • 1
  • 1.4k

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : 14-06-2022રેખલી બરાબરની હાંફતી હતી. માથે તપતો વૈશાખનો સૂરજ ને નીચે ધગધગતી રેતી, ઉઘાડાં તળિયાં રેતીએ ચંપાતાં હતાં, બાવડાં હવે માથે ઈંટોનું આ તગારૂં ઊંચકી બરાબરનાં ભરાઈ આવ્યાં હતાં, હોઠ પાણીની તરસે સૂકાયાં હતાં અને ભૂખની તો વાતેય માંડવા જેવી નહોતી. પણ, હજીયે સો જેટલી ઈંટો ઢગલામાં બાકી હતી. તેને પહેલે માળે, હજી ગયા અઠવાડિયે જ ચણાયેલા કઠેડા વગરનાં દાદર ઉપર ચઢીને ગોઠવવાની હતી. એક વાગવા આવ્યો હતો અને રેખલીની સંગાથનાં બધાંય મજૂરો ખૂણેખાંચરે થોડો છાંયો શોધી પોતપોતાનું ભાતું છોડીને બેઠાં હતાં. કોઈ જમીને થોડાં આડા પડખે થયાં હતાં. ટૂંકમાં, આ વિશાળ ઈમારતોના ચાલી રહેલ