સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 3

(123)
  • 10.2k
  • 3
  • 7.9k

પ્રકરણ- 3 સ્ટ્રીટ નં 69   સોહમ લીફ્ટ દ્વારા છઠા માળે આવી પોતાની ઓફિસ પર આવ્યો એને થયું મોડું થયું હશે પણ ત્યાં એની કલીગ શાણવીએ કહ્યું ગુડમોર્નિંગ સોહમ તું લકી છે હમણાંજ બોસે તને યાદ કર્યો છે એમણે કહ્યું છે કે તારો રીપોર્ટ લઈને એમની ચેમ્બરમાં તારે જવાનું છે. સોહમે કહ્યું હજી હમણાં તો આવ્યો. આટલી સવારે શું થયું ? શાણવી એ કહ્યું કંઈક સારાજ સમાચાર છે એવું મને લાગે છે. સોહમ આ નવા બીજા આશ્ચ્રર્ય સાથે રિપોર્ટ લઈને એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો. એનાં બોસ શ્રીનિવાસે એને હસતાં ચેહેરે આવકાર્યો. હેલો સોહમ ગુડમોર્નિંગ.... સોહમે હસીને સામે ગુડમોર્નિંગ કહ્યું પછી