દયાનંદ જાસૂસ

(53)
  • 5.2k
  • 2
  • 1.9k

દયાનંદ જાસૂસ-રાકેશ ઠક્કરહરેશભાઇ પોતાના પિતાના મોતની તપાસનો કેસ લઇને દયાનંદ જાસૂસની ઓફિસ પર પહોંચ્યા. દયાનંદ જાસૂસની ઓફિસ પર એક બોર્ડ લટકતું હતું. જેમાં લખ્યું હતું કે, "દયા-માયા છોડી સત્ય શોધી આનંદ આપતો જાસૂસ એટલે દયાનંદ"હરેશભાઇને તેમના એક મિત્રએ દયાનંદનું સરનામું આપ્યું હતું. અને તેના ભરપેટ વખાણ કર્યા હતા. સાથે એમ પણ કહ્યું હતું કે તેનું પેટ મોટું છે મતલબ કે તેની ફી વધારે છે. એ કામ દિલ દઇને નહીં પણ દિમાગ લગાવીને એટલું સચોટ રીતે કરે છે કે જ્યારે કેસ પૂરો થાય ત્યારે એમ લાગે કે તેની ફી વધારે નહીં વ્યાજબી હતી. બીજા ઘણા લોકો જાસૂસના પાટિયા લગાવીને કામ કરે