ગોમતી ઘાટે

(14)
  • 3.2k
  • 2
  • 1.2k

આશરે સોળ સત્તર વર્ષ પહેલાંની વાત છે. હું ત્યારે દ્વારકામાં નોકરી કરતો હતો. ભગવાન કૃષ્ણનાં ચરણોમાં. શહેર ત્રીસ પાંત્રીસ વર્ષ અગાઉ સાવ નાનું હતું, માંડ પચીસેક હજારની વસ્તી વાળું. તાલુકો. પછી દેવભૂમિ દ્વારકા જિલ્લો થતાં એ શહેરનો અચંબામાં નાખી દે તેટલી ઝડપે વિકાસ થયો. ત્રીસેક વર્ષ પહેલાં તો બે જ રાષ્ટ્રીયકૃત બેંક આ ગામમાં હતી - બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર.અહી એસીસી સિમેન્ટ ફેકટરી પણ હતી જે '90 ની આસપાસ બંધ થઈ ગઈ.દ્વારકાના વિકાસ સાથે પ્રાઇવેટ બેંકો પણ આવી જેમાં હું નોકરી કરતો હતો.દ્વારકા એટલે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ. મથુરામાં કંસને મારી રાજ્ય મેળવ્યા પછી પણ તેમને શાંતિથી