હાસ્ય લહરી - ૬

  • 3.9k
  • 1.9k

          ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..!                                      અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચેને પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકાને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં "ઘેલા હો માનવી".બની જાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે  બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણીયા ઢોસા