હાસ્ય લહરી - ૨

  • 6k
  • 3.6k

    અખંડ પચાસ-વટી..!                            ‘ અખંડ પચાસવટી’  શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો જેને 'સુવર્ણ-જયંતી' કહે છે, એને હું 'પચાસ-વટી' કહું છું. શબ્દને પણ હળી કરવાની ટેવ જાય થોડી..? ચાહો તો મારી ભૂલ ગણો, અથવા તો ગુલતાનમાં આવી ગયેલો એમ કહો, પણ આકાશમાં ગ્રહો મળે એમ, ૪-૨-૭૨ ના રોજ, પૃથ્વી ઉપર પણ બે ગૃહ  મળેલા. આઈ મીન..બે જીવનો ભેટો થયેલો..! ગ્રહ મળે તો ગ્રહણ થાય, એમ અમે અગ્નિની સાક્ષીમાં તે દિવસે ગ્રહોને ટાઢા પાડીને પાણીગ્રહણ કરેલું..! સંસારમાં પછી વિગ્રહ વધેલાં કે કેમ એવું પૂછતાં જ નહિ, પણ