માઈક્રો ફિક્શન સંગ્રહ - 2

  • 3.8k
  • 1.5k

પીઠી (-૮ )આજ સમાયરાની પીઠી હતી. આવતી કાલે લગ્ન. ઘણી બધી કઠિનાઈઓ, જાતિવાદ, ઊંચનીચનાં, કેટકેટલાય પડકારો બાદ કાલ બન્નેના જીવનની સોનેરી સવાર થશે એ વિચારે આજ સમાયરાને ઊંઘ નહોતી આવતી એટલે એણે બાલ્કનીમાં થોડીવાર ઊભા રહેવાનો વિચાર કર્યો. પીઠીમાં આવેલા મહેમાનો તરફથી એણે સાંભળ્યુ હતુ કે બોર્ડર પર લડાઈ શરૂ થઈ ગઈ છે. એને મનમા હાશકારો થયો કે એનો પ્રેમ એનો થનારો પતિ કુલદિપ લગ્ન હોવાથી હમણાં ઓફ ડ્યુટી છે. આવતી કાલે કુલદિપ બારાત લઈને એને લેવા આવશે એ વિચારે એના શરીરમાં જણજણાટી ફેલાવી દીધી. પણ મન શંકા અશંકાનાં વમળમાં અટવાતા એણે કુલદિપ જોડે વાત કરવા એને ફોન કર્યો. પણ.....