માઈક્રો ફિક્શન સંગ્રહ - 1

  • 4.7k
  • 2k

મુખોટું (-૧ )સુનિતા બેન આજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર ચાર થી પાંચ કાર્યક્રમમાં નારી સ્વતંત્રતા, અને સ્ત્રી સ્વાભિમાન પર ખુબ મોટાં મોટાં ભાષણ આપીને, લગભગ આઠ નાં ટકોરે થાકીને પોતાનાં ઘરે આવે છે, ને ઘરે ભોજન તૈયાર ન મળતાં ઘરે ઉધામા મચાવે છે. બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં મોટા અક્ષરે લખ્યું હતું કે જાણીતા સમાજસેવિકા સુનિતા બેનની વહુએ લગ્નના ટુંક સમયમાં જ ગળે ફાંસી ખાઈને જીવન ટુંકાવ્યું .બાપ્પાને ભોગ(-૨ )ગણપતિ પંડાલમાં આરતી બાદ સવજી ભાઈની વહુએ એના દિકરાને ભોગની થાળી આપતા કહ્યું કે, લાલા જા આ ભોગ ની થાળી બાપ્પાને સામે ધરાઈ આવ, ને હાથ જોડી બાપ્પાને પ્રાર્થના કર, હે બાપ્પા