મોગરાની મહેક

(11)
  • 5.1k
  • 1.6k

વીની સફાળી જાગી ગઈ.આજે પણ એને એ સુવાસ બાજુમાં જ હોય એમ લાગ્યું!મિનેશને મોગરો બહુ ગમતો હતો.બહાર ગાર્ડન એરિયામાં બન્ને બાજુની ક્યારીઓમાં મોગરા જ રોપાવ્યાં હતાં!રૂમ સ્પ્રે,ડિઓ,પરફ્યુમ બધે જ મોગરો...મોગરો!વીની ઘણીવાર ટોકતી..."મિનેશ આ શું ઘેલું છે તને?જ્યાં-ત્યાં મોગરા...એમ લાગે છે કે મારુંનાક પણ એ સુગંધ પ્રુફ થઈ જશે." પણ મિનેશ જેનું નામ વળતો જવાબ આવતો,"હું એમ ન થવા દઉં ને....બાકી મોગરે કી મહેક તો રહેગી હી જબ તક હે જાન!હા... હા.. હા.." "તારાથી તો તોબા ભાઈસાબ" કરતી વીની બે હાથ જોડતી અને કામે લાગી જતી. વીની અને મિનેશની જિંદગીનો બીજો એક ખૂણો હતો રાજુ,મિનેશ અને વીનીનો ક્લાસમેટ, વીની અને મિનેશનાં