સવાદી બીચ, મસ્કત

  • 2.8k
  • 1
  • 976

સવાદી બીચની મુલાકાતવળી એક શુક્રવાર એટલે અહીં મસ્કતમાં રજાનો દિવસ. ત્રણેક દિવસ એટલી ધગધગતી ગરમી પડી કે ઘરમાં સતત એસી ચાલુ રાખવું પડે. એક દિવસ રાત્રે જમીને નજીક જાણીતી રેસ્ટોરન્ટ માં ગોળો અને આઈસ્ક્રીમ ખાવા પોણા અગિયારે નીકળ્યાં તો પણ પવન લુ વાળો દઝાડતો હતો. રાત્રે સાડા અગિયારે પાછા ફરી કાર પાર્ક કરી ગેટ બંધ કરીએ તો તેનું લોખંડ પણ હાથ ન મુકાય એટલું ગરમ. સાંજે સાડા છ વાગે હું ઇવનિંગ વોક લેવા નીકળું તો પણ એક વિસ્તારમાં જ્યાં પર્વતો નજીક છે ત્યાં એકદમ ગરમ લુ અને બીજે રસ્તે એકાદ કિલોમીટર દૂર દરિયો છે ત્યાંથી પવનની સાધારણ ઠંડી લહેરખી આવે