તેજાબ - 3

(61)
  • 6.7k
  • 4.6k

૩ નાગપાલની ચિંતા...  મુંબઈ સ્થિત સી.આઈ.ડી. હેડકવાર્ટરની ચેમ્બરમાં નાગપાલ ગંભીર ચહેરે પાઈપના કસ ખેંચતો બેઠો હતો  ચેમ્બરમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી મહેક પથરાયેલી હતી.  નાગપાલના કપાળ પર ચિંતાને કારણે ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી.  એની સામે દિલીપ ગંભીર ચહેરે બેઠો હતો.  ‘દિલીપ...!’ ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને પાઈપમાંથી કસ ખેંચ્યા બાદ એ ગંભીર અને વ્યાકુળ અવાજે બોલ્યો, ‘સંજોગો ખૂબ જ વિકટ થતાં જાય છે. અત્યાર સુધી તો ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે માત્ર પાકિસ્તાનની સરહદમાં જ તાલીમકેમ્પો ખુલ્યા હતા અને ત્યાં જ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ત્યાં જ તેમણે ભારતમાં હિંસા ફેલાવવા માટે તૈયાર કરવામાં આવતાં હતા.પરંતુ પાકિસ્તાન ભારતની જ ધરતી