હસતા નહીં હો! - 22 - બેટાના પરાક્રમે બાપાને ફ્રેક્ચર

  • 4.6k
  • 1.8k

માતાના ગર્ભમાંથી બાળક પૃથ્વી પર આવે ત્યારે બુદ્ધિ,લાગણી ,ભાવ વગેરે સાથે લઈને જ જન્મતો હોય છે.કદાચ ઈશ્વર ( જો એવું કોઈ તત્વ હોય તો) જ એવું બધું એનામાં ઉમેરીને બાળકને અહીં મોકલતો હશે પણ નક્કી મારા કિસ્સામાં બ્રહ્માજી સરસ્વતી દેવી સાથે ઝઘડ્યા હોય એવું લાગે છે.કારણ કે મને બ્રહ્માજીએ લાગણી અને ભાવ વગેરે તો પ્રમાણસર આપ્યા પરંતુ બુદ્ધિ બહુ જ ઓછી આપી.એમાં વળી દુર્ભાગ્યનું પૂછડું પણ પાછળ લગાડી દીધું અને એટલે મારુ નસીબ પણ વાનરવેડા કર્યા જ કરે છે." હજુ આંતરડાંની દવા પુરી થઈ નથી ને પાછો મેંદો તારે તારી પેટની ગટરમાં પધરાવવો છે?"" તારા બાપાએ અહીં પૈસાનું ઝાડ નથી