દૈત્યાધિપતિ II - ૮

  • 3.7k
  • 2
  • 1.4k

‘આસરે ૩૦૦૦ વર્ષો પહેલા મારા કાંઠે એક નાનું શહેર વસવાટ કરવા આવ્યું હતું. આ શહેરના રાજા સૂયાનને મારા કાંઠો સુંદર અને સમૃધ્ધ લાગતો હતો. અહીં સુર્યની તપસ્યા કર્યા બાદ તેને એક પુત્રી મળી. શિપકારોએ મારા પથ્થરમાંથી એક નાની બાળકી બનાવી હતી, જેમાં જીવ પરોવવામાં આવ્યો. તે અતિ પ્રસન્ન હતો. સૂયાનની પુત્રીનું નામ સવિત્રદા રાખવામાં આવ્યું. તે અગ્નિ જેટલી સક્ષમ, સુર્ય જેટલી તેજસ્વી, અને શીલા જેટલી સ્થિર હતી. સ્નાન કરવા મારા નીર તેને ચઢતા હતા. મારા કાંઠે તેના તેજનો પ્રભાવ દિવસે, ને દિવસે વધતો ગયો. એક દિવસ, સવિત્રદાને એક સિહણ મારીને ખાઈ ગઈ. સૂયાન પોતાની પુત્રીને બધે શોધતો રહ્યો. તેને શહેરના