રમત શૂન્ય ચોકડીની

(21)
  • 5.2k
  • 1
  • 1.9k

વરસાદ વરસી રહ્યો હતો. લીલા પાદંડાઓ પર ભીનાશ હતી પણ પાણીના ટીપા ન હતા. સાગરે ઘડિયાળ સામે જોયું. એણે પાટીઁ હોલનો દરવાજો ખુલતા જોયો. હોલ પહેલે માળે હતો. કાચના દરવાજામાંથી બહારની વરસાદી સાંજનો ખ્યાલ આવતો હતો. હોટેલ બે માળની હતી. આ ઉપરનો હોલ એસી હતો. સાગરે વેઇટરને પંજાબી વાનગીનો ઓડૅર આપ્યો. ખાવાનું આવવામાં વાર લાગવાની હતી. સાગરે કાચની આરપાર જોયું. કોરો રહીને એ ભીની મોસમને માણી રહ્યો હતો. એણે સામેના ટેબલ પર એક યુવાનને બેસતા જોયો. એનું પૂરું ઘ્યાન એ યુવાન પર હવે હતું. એને ચહેરો પરિચિત લાગ્યો. અરે આ તો મલય...એ અને મલય કૉલેજમાં સાથે હતા. એણે હાથ હલાવ્યો.