મોજીસ્તાન - 92

(14)
  • 3.6k
  • 1.5k

રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતો નથી.ચમન ચંચપરાની ટીકીટ કપાયા પછી પક્ષમાં બળવો કરવાનું વલણ એણે અપનાવ્યું હતું.પણ રણછોડે હુકમચંદને ઠેકાણે પાડ્યો એને કારણે ધરમશી ધંધુકિયાએ ચમન નીચેની ધરતી ગરમ કરી દીધી હતી. રણછોડે હુકમચંદને ઉઠાવતા તો ઉઠાવી લીધો પણ ત્યારબાદ જે હોબાળો મચ્યો એને કારણે એ ફસાયો હતો.સાપે દેડકું ગળ્યું હોય એવો ઘાટ રણછોડનો થયો હતો. હવે જો હુકમચંદને જીવતો છોડી મુકાય તો ઘવાયેલા વાઘની માફક હુકમચંદ રણછોડનો ઘડો લાડવો કર્યા વગર રહે નહીં.એટલે ના છૂટકે હુકમચંદનું કાટલું કાઢવુ જ પડે એમ હતું. પોતાના ફોન ટેપ થવાની બીકે એ ખુમાનસંગને પશવાના ફોનમાંથી જ ફોન કરતો હતો.અને કામ સીવાય