તુલસીપાન ~~~~~ "ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, હો જી રે... અમે તારા નામની રે અલખના રે ધામની રે..." ઈશ્વર જેને દ્રષ્ટિ નથી આપતો તેને સૂરની મીઠાશનો દરિયો આપી દે છે! મોહનના બાપુનો ફોટો ઓઢણાંનાં પાલવ વડે લૂછતાં લૂછતાં વાલી મધમીઠાં સૂરે આ ભજન ગાતી રહી. વચ્ચે વચ્ચે મનનાં તાર મૃત પતિ સાથે જોડીને એ વાતોએ વળગી ગઈ : "મોહનના બાપુ, તમે તો આ ભજન ગાતાં ગાતાં જ અલખનાં ધામે વયા ગિયા પણ આ સંસારની ધખતી ધૂણીમાં મુને એકલી શેકાવા મેલી દીધી તે તમને વચાર જ નો આવ્યો કે આ આંધળી ને ઉપરથી બે જી' હોતી જીવશે કેમની? પણ