પિયર

(11)
  • 4.2k
  • 1
  • 1.5k

_*"દરેક પરિવારે વાચવા જેવું અને અમલ કરવા જેવું..."*_“મમ્મી આ પિયર શું હોય? ” – સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..“બેટા.. પિયર એટલે.... મમ્મીના પપ્પાનું ઘર!” – પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે.. તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”- આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું - એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”- ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો, જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો