વિરાજ-નિક્ષી

  • 3.5k
  • 1.3k

વિરાજ વિરાજ આજે રીપોર્ટ આપી ઓફિસમાંથી બહાર આવ્યો, તેના ચહેરા પર સખત થાક વર્તાતો હતો. ઘરે પહોંચતા જ તે ખાધા પીધાંવગર જ સોફા પર લાંબો થઈ ગયો. ત્યાં જ માતા સૂરજબેન તેની પાસે આવ્યા અને તેના ગુચ્છાદાર વાળમાં હાથ ફેરવી બોલ્યા, “ બેટા, થાકી ગયો છે કે શું? આજકાલ તું ખૂબ થાકી જાય છે કોઈ સારા ડોક્ટરને બતાવી દે ને.” વિરાજ ફિક્કું હસ્યો. મનમાં જ ગણગણ્યો મા તમને શું ખબર તમારા દીકરાને કેટલી મોટી જવાબદારીસોંપાય છે. ઊભો થઈ બોલ્યો,” અરે , વહાલકુડી મારી મા, કેટલી ફિકર કરે છે. જો ઊભો થઈ ગયો, તમારું હળદરવાળું દૂધ પીશનેએટલે દોડવા માંડીશ, ચાલ જલ્દી