તેરે જૈસા યાર કહાઁ...

  • 4.3k
  • 1
  • 1.6k

રાતનાં દસ-સાડા દસનો સમય, અષાઢ મહિનાની મેઘલી રાત, વરસાદ હજી પણ વરસી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડાવવાનો અવાજ સાંભળી રાઘવ ઓરડામાંથી બહાર આવ્યો. "આટલી રાત્રે કોણ હશે?" મનોમન બબડતાં બારણું ખોલ્યું. સામે ઉભેલી વ્યક્તિને જોતાં જ પૂતળું બની ગયો, "શ્યામ, તું, અત્યારે, અહીં,...આવા વરસાદમાં?" "રઘલા, અહીથીજ વિદાય આપીશ કે અંદર પણ આવવા દઈશ?" હસતાં હસતાં શ્યામ અંદર પ્રવેશ્યો. "લે આ ટુવાલ, ઝટ શરીર લૂછી નાખ ને મારાં આ કપડાં પહેરી લે." રાઘવ દોડતો જઈને કપડાં લઈ આવ્યો. " અટાણે કોણ આવ્યું છે, કેશવના બાપુ?" કહેતાં રાઘવની પત્ની ગોમતી બહાર આવી. "આ તો મારો બાળપણનો ભેરુ આવ્યો છે, શ્યામ, ઘણાં