દોષ કોનો?

  • 3.9k
  • 1
  • 1.5k

સુનિતાબેન અને સુનિલભાઈ એક અજબ વ્યથામાંથી પસાર થઈ રહ્યાં છે.કોને દોષ દેવો?! નસીબને દોષ દેવો ક્યાં સુધી વ્યાજબી? સુનિલભાઈએ દીકરીઓને વધુ પડતી આપેલી સ્વતંત્રતા તો જવાબદાર નહોતીને?! તો પછી એક જ પર કેમ આડ અસર?!એ લોકોની દોસ્તી અને બેઝિક સ્વભાવની અસર હશે?! વિચારો...વિચારો ને વિચારો..! વાત જાણે એમ હતી કે એમની બે દીકરીઓ વિનિતા અને વિશાખા આમ તો જોડિયાં પણ દેખાવે અને સ્વભાવે સાવ જ જુદી હતી.નાની હતી ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યું પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એમને સંભાળવું થોડું અઘરું થતું ગયું. એક ઉત્તર તો બીજી દક્ષિણ!વિનિતાની જીદ વધુ, પ્રમાણમાં વિશાખા ડાહી હતી. એ