દૈત્યાધિપતિ II - ૫

  • 3.5k
  • 2
  • 1.6k

સુધા સહ પરિવાર જ્યારે આધિપત્યમાં પહોચી ત્યારે રુડી સવાર સરોવરથી ઊંચકાતા ધીમા પવન સાથે પ્રસરી રહી હતી. તેઓ ગાડીની બહાર આવ્યા, ત્યારે રસ્તા પર કોઈ જ ન હતું. આ સુમ - સામ રસ્તો જોઈ સુધાને વિચાર આવ્યો, કે સ્મિતાએ જે લગ્ન માટે બંગલો અહી ખરીદ્યો હતો, તેની માલિકી કોની પાસે હશે? અને શું અત્યારે એ બંગલો ખોલે તો.. -ખબર નહીં ક્યાંથી સુધાને તે બંગલો યાદ આવી ગયો. ક્યારેક, ક્યારેક સુધાને લાગતું હતું કે આ અણસાર સાચા નથી, અને ક્યારેક એવું થતું કે કોઈ કારણ તો છે જ. સુધા પહેલા આવું કઈ વિચારતી ન હતી. તે પહેલા કોઈ દિવસ એમ ન