શ્રીમદ ભાગવત ગીતામાં વિષ્ણુના મુખ્ય 10 અવતારોનો ઉલ્લેખ છે. ભગવદ ગીતાના જ્ઞાન કર્મસંન્યાસ યોગ ના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે શું જન્મ લઉં છું. દુર્જનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થાઉં છું. વિષ્ણુને પોતાના મુખેથી એ વાત કહી છે એ વિવિધ યુગોમાં નાનાવિધ અવતાર લઈને તેઓ પૃથ્વી પર અવતરે છે.હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવ જાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લઈ, ભક્ત પર