શાદુલપીર

  • 4.2k
  • 2
  • 1.6k

શાદુલપીરનું જગ્યામાં આગમન“કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.“મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.“કેમ થાક લાગ્યો ?”“હવે ઈજ્જત – આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં -સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.”“શું બની ગયું ?”જુવાને આગળ દિવસની આપવીતી કહી સંભળાવી :“કાલે મારી મશ્કરી થઇ. હું ઘેરે નહોતો. માલ ચરવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈતંગીયો બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં તો સુરવાલની નાડીનું ફુમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોને કરી છે