ચક્રવ્યુહ... - 49 - છેલ્લો ભાગ

(112)
  • 7.4k
  • 6
  • 3.8k

પ્રકરણ-49 “એક મિનિટ, કોણ રોનક? રોનક તો તે દિવસે જ મરી ગયો હતો ખન્ના સાહેબ. તમે બધાએ જે રીતે તેનું ગળુ દબાવી પછી કાંટાની વાળમાં જ્યારે ફેંક્યો ત્યારે તો રોનક જીવતો હતો. અરે રોનકને તમે એવી હાલતમાં મૂકીને ગયા હતા કે તેનાથી નર્કની યાતના પણ ઓછી પીડાદાયક રહે. ભલે તે ભાનમાં ન હતો પણ તમે તેને કાંટાની વાળમાં ફેંક્યો તેની પીડા તે મહેસુસ કરતો જ હતો. તેને ત્યાંથી બહાર નીકળવુ હતુ પણ તે લાચાર હતો. કઇ રીતે નીકળી શકવાનો હતો તે નાનકડો રોનક? કોઇ માણસ ઢોરને પણ માર ન મારે એટલી બેરહેમીથી તમે રોનકને માર્યો હતો. માણસને કદાચ અજાણતા પણ