ઋણસ્વીકાર

(15)
  • 4.3k
  • 1
  • 1.6k

IAS ની પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયા બાદ આજે ઉત્તર ગુજરાતના એક શહેરમાં શિવાનીનું પોસ્ટિંગ થયું હતું. શિવાની એની મમ્મી વૈશાલી સાથે એને ફાળવાયેલા બંગલામાં રહેવા સરકારી ગાડીમાં આવી પહોંચી. આમ તો બંગલામાં બધીજ વ્યવસ્થા હતી, શિવાની થોડા દિવસ પહેલા જ આવીને બધું ચેક કરી ગઈ હતી. એમનો જરૂરી સામાન ટેમ્પોમાં આવવાનો હતો. આજે એના અને વૈશાલીએ જોયેલા શમણાં સાકાર થવા જઈ રહ્યા હતા. "મમ્મી, આજે તારી વર્ષોની મહેનત રંગ લાવી છે. છેલ્લા ચોવીસ વર્ષથી તેં મને ઉછેરવા માટે એકધારી મહેનત કરી છે. મારી લાઈફ બનાવવા તે તારી લાઈફનું સમર્પણ આપ્યું છે. આજે આ બંગલામાં પહેલું પગલું તું જ મુકીશ.