લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-8

(3.2k)
  • 6k
  • 2
  • 3.4k

લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-8 “મેં તને એટ્લેજ પે’લ્લાં કીધું’તું....! કે તું ભાભી માટે શું ફીલ કરે છે....એ એમને કઈદે....!” વિકટ સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કરી રહ્યો હતો “તો ભાભી પણ તને સામે એમની ફીલિંગ કઈ દેશે...! અને તને સમજવાનો ટ્રાય કરશે....!” “તું ભાભી ભાભી કે’વાનું બંધ કરીશ...!” કૉફીશૉપમાં બેઠેલો સિદ્ધાર્થ ગુસ્સે થઈ ઝડપથી મેસેજ ટાઈપ કરી રહ્યો હતો “એણે ના પાડી દીધી છે હવે....!” જવાબમાં વિકટે હસતાં-હસતાં આંખોમાંથી પાણી ટપકતું હોય એવાં બવ બધાં સ્માઈલીઝ મોકલ્યા. “બે ક્યારેક તો સિરયસ થા પણ....!” ગુસ્સે થયેલાં સિદ્ધાર્થે ટાઈપ કરીને મોકલ્યું. “બે તું પણ સ્માઈલી મોકલવાનું રાખ...તું ગુસ્સે થયેલો છે કે