માતૃત્વ - 1

  • 5.5k
  • 1
  • 2.6k

શિવ અને શિવાની ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક હતા. સ્વ (myself)ને ઉચ્ચ વિચાર અને સ્વસ્થ વિચાર સાથે જીવતાં રાખવામાં માનતા. લગ્નને ૫-૬વર્ષ થઇ જતાં સંતાનપ્રાપ્તિ માટે બા-દાદાના ઘણા આદેશો આવતાં. તેમના તરફથી અન્ય પતિ-પત્ની સાથે ઘણી સરખામણીઓ અને ભગવાનને આજીજીઓ થતી. પરિવારમાં પુસ્તકો, શાસ્ત્રો વગેરે પર વધુ ભાર આપવામાં આવતો. તેમજ શિવ-શિવાની પણ સાહિત્યપ્રેમી હતા. શિવ શિવાનીએ થોડી આર્થિક અને માનસિક સ્થિરતા પછી નક્કી કર્યું કે,” આપણે બંને ભગવાન પાસે આશીર્વાદ લઇ અને સંતાનપ્રાપ્તિ માટે વિચારશું અને ખુબ સારી રીતે શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીશું.” ચૈત્ર નવરાત્રીનો સમય આવ્યો એટલે શિવાનીએ નોકરીમાં રજા મૂકી એક જ સ્થાન પર દીવા સામે બેસી ૯