સાઈબાબાનો ઈતિહાસ

  • 6.7k
  • 1
  • 3.2k

શિરડીના સાંઈબાબાની કૃપાના વાંચ્છુકો તો અગણિત છે. દરેક શહેરના દરેક મહોલ્લામાં સાંઇની દેરી અને દરેક શહેરમાં સાંઇનું એકાદ મોટું મંદિર હોય જ છે. તેમનો ફોટો ઘણાં ઘરોમાં હોય છે. તો સાંઈબાબા વિશે મળેલી કેટલીક રસપ્રદ માહિતી અત્રે પીરસીશ. સાંઈનો જન્મ 28 સપ્ટેમ્બર 1838 ના રોજ અને દેહત્યાગ 15 ઓક્ટોબર 1918, દશેરાના દિવસે થયો હોવાનું કહેવાય છે. સાંઈને ખુદ દત્તાત્રેય ભગવાનના અવતાર પણ મનાય છે. તેમને મુસ્લિમો એક ઓલિયા ફકીર તરીકે અને હિંદુઓ સંત તરીકે પૂજે છે. તેમના જીવનકાળ દરમ્યાન પણ પૂજતા હતા અને મૃત્યુના 103 વર્ષ બાદ પણ.તેમણે કહેલ ત્રણ સરળ વાક્યો ગૂઢ ફિલસુફી બની ગયાં છે.1 . શ્રદ્ધા, સબુરી,