ફાયનલ એક્ઝામ

  • 3k
  • 1.1k

ફાયનલ એક્ઝામ @લે. કેતન મોટલા ‘રઘુવંશી’ જ્યારથી અંકિતભાઈના પરિવારના જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરેલી કે તેમનો પુત્ર શહેરનો મોટો ડોક્ટર બનશે ત્યારથી જ પ્રીતીબેન અને તેમના પતિ અંકીતભાઈના મગજમાં એક વાત ઘર કરી ગઈ કે કોઇપણ ભોગે અમારા ગૌરવને ડોક્ટર બનાવવો જ છે પછી ભલે તે માટે જે કઈ પણ કરવું પડે. એટલે જ તો ગૌરવના અભ્યાસ બાબત આ દંપતીએ કોઈ કચાસ રાખી ન હતી. ગૌરવને એલ.કેજીથી લઇ બારમી સુધી શહેરની સારામાં સારી સ્કુલમાં એડમિશન અપાવ્યું. અંકીતભાઈની મધ્યમ પરિસ્થિતિ હતી તેમ છતાં સગા વહાલા પાસે હાથ ઉછીના લઇને પણ ગૌરવના અભ્યાસ માટે ક્યારેય કોઈ બાંધછોડ કરી નહિ. ગૌરવ જે માંગે તે