પસ્તાવો

  • 2.8k
  • 1.1k

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ” ! **************************************** આજે સવારથી દિલમાં ઉમંગ સમાતો ન હતો. જ્યારે પણ કશુંક સારું થવાનું હોય તેની આગાહી અણમોલને દિલમાં થતી. તેને થતું ,’મારા જેવું નસિબદાર કોઈ નથી ‘. તેની ડાબી આંખ પણ ફરકતી હતી. એવી કોઈ મનની મુરાદ ન હતી જે પૂરી ન થઈ હોય. સુંદર પ્રેમાળ પતિ. જે અણમોલની કોઈ પણ વાતનો અનાદર કરતો ન હોય. ફૂલ જેવા બે સુંદર બાળકો ! પતિનો સંપૂર્ણ પ્રેમ નસીબદારને મળે ! અમલ આજે ઓફિસેથી વહેલા આવી ગયો હતો. તેના પણ ભણકારા અણમોલને વાગી ગયા હતા. મનોમન નક્કી