ટચૂકડી વાર્તાઓ...

(15)
  • 5.3k
  • 1
  • 1.9k

આ ટચૂકડી વાર્તાઓ(માઈક્રોફિકશન સ્ટોરી)તમને જરૂર થી ગમશે.... So please read this and rate it... ************************ 60 વર્ષના રામભાઇ પરિવાર સાથે જમવા બેઠા હતા . જમી લીધા પછી વધેલી દાળની તપેલી સામે જોઈને બોલ્યા,"આ દાળ આજે વધારે બની ગઈ લાગે છે.સાંજે દાળ ઢોકળી બનાવી શકાય હો.ઘણા ટાઈમ થી ખાધી નથી.તમારા સાસુ ઘણીવાર બનાવતા. સીમા એ તરત જ કહ્યું,"પપ્પા તમારા દીકરા કે છોકરાઓને ભાવતી નથી એટલે એક માટે શું કડાકૂટ કરવી. સારું વહુ બેટા,એક માટે ના બનાવાય હો..છોકરાઓને ભાવે એ બનાવવું.મને તો બધું ફાવે.આટલું કહી એમની પ્રશ્નાર્થ ભરી નજર એમના પત્ની મીનાબેનના ફોટા ને જોઈ રહી... 2... આવો આવો મંજુબેન કેમ છો?જમનાબેન