શ્રદ્ધા અને દીપા બંને બહેનો હતી. બંને બહેનોના સ્વભાવમાં જમીન આસમાન જેટલો ફરક હતો. શ્રદ્ધાને સવારે વહેલું ઉઠવું ગમતું. આ તેની બચપણની જ ટેવ હતી. નાની હતી ત્યારે ફ્રોક પહેરીને ઘરનાં ફળીયામાં એકલી એકલી રમ્યા કરતી. એને રમતી જોવી એટલે જાણે બગીચામાં ઉડતું પતંગિયું. નાની દીકરીને એકલા એકલા રમતા જોવી એ એક પિતા માટે સ્વર્ગીય અનુભૂતિ હોય છે. મમ્મી, પપ્પા હોય કે ભાઇ, ઘરમાંથી કોઇ વસ્તુ લાવવાનું દીપાને કહે તો હજુ દીપા ઉભી થાય એ પહેલા શ્રદ્ધા રમતી રમતી દોડીને એ લઇને આપી દેતી. એના પપ્પા એનાં બીજા સંતાનો પાસે પાણી માગતા ત્યારે તો શ્રદ્ધાનાં કાન તરત જ સરવા થઇ