સફેદ કોબ્રા - ભાગ 17 - છેલ્લો ભાગ

(60)
  • 4.9k
  • 1
  • 2.4k

સફેદ કોબ્રા ભાગ - 17 સફેદ કોબ્રાનો આખરી દાવ સફેદ કોબ્રાની વાત સાંભળી ધનરાજ પંડિત આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાજવીરનું મગજ પણ સુન્ન થઈ ગયું હતું અને રાજવી પંડિત દિવાલ તરફ માથું અડાડી છત તરફ જોવા લાગી હતી. ત્રણેય જણા સફેદ કોબ્રાએ ચાલેલી ચાલથી આઘાતમાં આવી ગયા હતા. ધનરાજ પંડિતે પોતાની જાતને બરાબર સંભાળી હતી. એમના મનમાં ઊભા થયેલા કેટલાય પ્રશ્નનો જવાબ એમને સફેદ કોબ્રા પાસેથી જોઈતો હતો. “જો તું સફેદ કોબ્રા છે, તો પછી તને ખબર જ હશે કે મંત્રી, સલીમ સોપારી અને સિયાનું ખૂન કોણે કર્યું?” ધનરાજે સફેદ કોબ્રાને પૂછ્યું હતું. “મેજર ધનરાજ પંડિત તમે આટલો સામાન્ય કોયડો