સવંત ૨૦૭૯

  • 11.9k
  • 4k

આજથી હિંદુ સંવત્સર ૨૦૭૯નો શુભારંભ .નવસંવત્સર દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ (સુદ)ની એકમે મનાવવામાં આવે છે. આ દિવસ સૃષ્ટિ તથા બ્રહ્માંડનો જન્મ દિવસ છે. આજથી ૦૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે એટલે કે આશરે ૧૯૬.૧૦ કરોડ વર્ષ પૂર્વે માનવઉત્પત્તિ થઇ હોવાનું હિંદુ દર્શનશાસ્ત્રોએ માન્યું છે. પ્રાચીન સમયથી ભારત દેશે જ અગ્રણીઓને જન્મ આપ્યો છે અને શિક્ષિત કર્યા હોવાનું માનવામાં આવે છે. જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રાચીન ભારતનો જોટો જડવો મુશ્કેલ છે. .સૃષ્ટિના આરંભથી લઈને કેટલાય હજારો વર્ષો સુધી ભારત જ એક એવો પ્રદેશ હતો કે જ્યાં જ્ઞાન, વિજ્ઞાન, પરા અને અપરા વિદ્યા તથા ચરિત્ર વિગેરે જેવું શિક્ષણ મળતું હતું અને સમગ્ર સંસારમાંથી લોકો ભારતમાં તેને પ્રાપ્ત